AnandToday
AnandToday
Wednesday, 22 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

ભારતીય ભૂમિદળમાં અગ્નિવીર તરીકે જોડાવાની ઉત્તમ તક

આર્મીની વિવિધ કેડરની ભરતી માટે તા. ૧૫ મી માર્ચ સુધી અરજી કરી શકાશે

આણંદ, 
 આણંદ જીલ્લા રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારતીય ભૂમિદળ (ઈન્ડીયન આર્મી) માં અગ્નિવીર તરીકે જોડાઈને ઊજ્જવળ કારકિર્દી ઘડવા ઇચ્છતા, દેશદાઝ ધરાવતા, અવિવાહિત, શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો આર્મીની વિવિધ કેડરની ભરતી માટે તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં www.joinindianarmy.nic.in વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે, જેની તા. ૧૭/૦૪/૨૦૨૩થી પરીક્ષા લેવામાં આવનાર છે.

આ ભરતી માટે ઓછામાં ઓછું ધો. ૮ પાસ લાયકાત ધરાવતા તેમજ તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ ની વચ્ચે જન્મેલા પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. પાત્રતા ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજીમાં અંગત વિગતો, પત્રવ્યવહારની વિગતો, અભ્યાસની વિગતો, રહેઠાણનું સરનામું, ઇ-મેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર, જાતિનો દાખલો, ડોમીસાઇલ સર્ટીફિકેટ અને એન.સી.સી સર્ટીફિકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે, તેમજ રૂ. ૨૫૦ પરીક્ષા ફી ભરવાની રહેશે.

જીલ્લાના મહત્તમ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી પોતાનુ ઊજ્જ્વળ ભાવિ નિર્ધારિત કરે તે હેતુસર આણંદ જીલ્લા રોજગાર કચેરી ખાતે ભરતી પ્રક્રિયા અંગે નિ:શુલ્ક માર્ગદર્શન પૂરુ પાડવામાં આવનાર છે, ઉમેદવારોને વધુ માહિતી મેળવવા માટે આણંદ જીલ્લા રોજગાર કચેરીનો રૂબરૂમાં તેમજ રોજગાર સેવા સેતુ કોલ સેન્ટર (૬૩૫૭૩૯૦૩૯૦) પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
*****