AnandToday
AnandToday
Monday, 20 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

ઇન્ડિયન રેડ ક્રોસ  સોસાયટી આંકલાવ તાલુકા શાખા દ્વારા

આધારશીલા ગુરુકુળ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં નિ:શુલ્ક આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો 

આંકલાવ
આધારશીલા ગુરુકુળ ખાતે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં ઇન્ડિયન રેડ ક્રોસ  સોસાયટી આંકલાવ તાલુકા શાખા દ્વારા તારીખ ૬/૦૨/૨૦૨૩ થી ૧૨/૨/૨૦૨૩ સુધી નિ:શુલ્ક આરોગ્ય તપાસ તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જે પ્રસંગને આશીર્વચન પાઠવવા  વડતાલના ગાદીપતિ શ્રી રાકેશપ્રસાદ મહારાજ, લાલજી મહારાજ તથા બોરસદ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી તથા આકલાવ તાલુકાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા રેડ ક્રોસ ક્લિનિક વાનની મુલાકાત લઈ તેના પ્રગતિ માટે આશીર્વચન પાઠવ્યા હતા.
મોબાઇલ મેડીકલ યુનિટના શુભારંભ માં ગુરુકુળ ના અધ્યક્ષ શ્રી પ.પૂ ભક્તિપ્રકાશ દાસજી સ્વામી તથા ઉપાધ્યક્ષ શ્રી પ.પૂ શાસ્ત્રી ભક્તિ સ્વરૂપદાસજીના હસ્તે શ્રીજી મહારાજના આશીર્વાદથી આ મોબાઈલ મેડીકલ યુનિટ વાનનો શુભારંભ કરવામાં આવ્યો તથા આંકલાવ તાલુકા અને બોરસદ તાલુકામાં આ નિશુલ્ક સેવા યજ્ઞની શરૂઆત ગુરુકુળથી કરવામાં આવી જેનો લાભ આ વિસ્તારના લોકોએ લીધો હતો. સાત દિવસના પારાયણમાં ૪૦૦થી વધુ દર્દીઓને દવા તથા સારવાર નિશુલ્ક આપવામાં આવી અને ૧૬૮ વ્યક્તિઓના લોહી તથા પેસાબના અલગ અલગ રિપોર્ટ જેવા કે બેઝિક રિપોર્ટથી લઇ  ફુલ બોડી ચેકઅપ કરવામાં આવ્યા હતા. તેમજ  જેનો લાભ પારાયણના સાત દિવસ દરમિયાન હરિભક્તોએ લીધો હતો.
 આ નિશુલ્ક સેવા યજ્ઞ ૩૬૫ દિવસ કાર્યરત રહે તે માટે એ માટે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સુશોભિત કરવા માટે આધારશીલા ગુરુકુળના ટ્રસ્ટીશ્રી રાજુભાઈ રબારી તથા દિપેશભાઈ પટેલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માંથી ચેરમેન શ્રી ઉપેન્દ્રભાઈ તથા વાઇસ ચેરમેન મેહુલભાઈ તથા ભાવિનીબેન પટેલ તથા અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તથા આણંદ હોમિયોપેથિક હોસ્પિટલ અને દેહેમી હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની સેવાઓ આપી હતી. જે બદલ તેઓનો પણ આભાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો.