AnandToday
AnandToday
Monday, 20 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

પેટલાદ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૧૮૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

આણંદ , 

 રાષ્ટ્રના ભાવિ નિર્માતાઓના ઘડતર માટે રાજય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. આ માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર કચેરીઓ કૌશલ્ય સજજ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાની મહત્વની કામગીરી કરી રહી છે.

આણંદ જિલ્લામાં રોજગાર કચેરી (મોડેલ કરિયર સેન્ટર) આણંદ તથા શ્રી આર.કે.પરીખ આર્ટ્સ અને સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં પેટલાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો.  

આ ભરતી મેળા અંગેની વિગતો આપતાં જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રોજગાર કચેરી દ્વારા કુલ ૧૮૨ ખાલી જગ્યાઓ નોટીફાઇડ કરવામાં આવી હતી. જેમાં આ ભરતી મેળામાં ૨૧૪ ઉમેદવારો હાજર રહ્યા હતા.  હાજર રહેલ ઉમેદવારોના ૧૩ નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧૮૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી

આ ઉપરાંત આ ભરતી મેળામાં હાજર રહેલ જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગાર સેવા સેતુ હેલ્પ લાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારો અને નોકરીદાતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવા અને નોકરીદાતાઓને સરળતાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ અનુબંધમ પોર્ટલ ઉપર ઉમેદવારો અને નોકરીદાતાઓને રજિસ્ટ્રેશન કરાવવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી.

-------------