આણંદ
બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જીટોડીયાનો 25મો પાટોત્સવ રજત જયંતિ મહોત્સવ તારીખ 19/2/2023 રવિવારના શુભ દિને ખૂબ જ ભવ્ય દબદબાપૂર્વક ઉજવાયો હતો.
બ્રહ્મ મુહૂર્તમાં સવારે પાટોત્સવની શાસ્ત્રોક્ત મહાપૂજા વિધિ થઈ જેમાં મહેસાણા મંદિરથી વિદ્વાન સંત પૂજ્ય ભગવતપ્રસાદ સ્વામીજી પધાર્યા હતા. મંદિરના પ્રમુખ, અગ્રણી હરિભક્તો, કોઠારી તથા વ્યવસ્થાપકો અને અન્ય હરિભક્તો તથા મહિલા મંડળ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.
'ગાથા ગાઉ લલકારી' આધારિત જીટોડીયા મંદિરના સંકલ્પ કરવાથી લઈ, ખાતવિધી, ચિત્ર પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, દ્વિદશાબ્દી મહોત્સવ અને કળશ જયંતી જેવા ઉત્સવ સમૈયાઓની સુંદર ઝાંખી તથા સ્મૃતિ બાળકો, યુવાનો તથા હરિભક્તો દ્વારા નૃત્ય સંવાદ અને ઓડિયો વીડિયો ના માધ્યમથી કરાવવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમના યજમાન એવા આણંદ મંદિરના કોઠારી સંત પૂજ્ય ભગવતચરણ સ્વામીજી, સંત નિર્દેશક પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીજી, અક્ષરપુરુષોત્તમ છાત્રાલય માંથી પૂજ્ય સાધુજીવન સ્વામીજી (બાપજી) તથા પૂજ્ય રસિકવિહારી સ્વામી તથા અન્ય સંતો હાજર રહ્યા હતા.
રજત જયંતિ મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે પરમ ભગવદીય શ્રી મિતેશભાઈ પટેલ (સાંસદ સભ્ય શ્રી આણંદ), પરમ ભગવદીય શ્રી કાંતિભાઈ સોઢા પરમાર (વાઇસ ચેરમેન અમૂલ ડેરી પૂર્વધારાસભ્ય શ્રી), શ્રીમતી નીપાબેન કમલભાઈ પટેલ (નિવેદિતા ફાઉન્ડેશન - ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી), શ્રીમતી કીનાબેન એચ પટેલ (નોટરી એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ), તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગામના શિક્ષક ગણો, બેન્ક કર્મચારીઓએ પોતાની ઉપસ્થિતિ દ્વારા આ પ્રસંગને વધુ શોભિત કર્યો હતો.