AnandToday
AnandToday
Sunday, 19 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ ના દિવસની વિશેષતા 

તા. 20 ફેબ્રુઆરી : તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

આજે વિશ્ચ સામાજિક ન્યાય દિવસ 

આજે વિશ્વ સામાજિક ન્યાય દિન છે. તેનો હેતુ સામાજીક અન્યાયનો સામનો કરવો તેમજ નિરક્ષરતા, ધાર્મિક અને શારીરિક ભેદભાવ, ગરીબી વંશવાદ જેવા સામાજીક પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ 26 નવેમ્બર 2007ના રોજ જાહેરાત કરી હતી કે દર વર્ષે 20 ફેબ્રુઆરીને સામાજિક ન્યાય માટે વિશ્વ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

* ભારતની ક્રિકેટ ટીમના ખેલાડી (11 વન ડે રમનાર) અને બંગાળની ટીમના કપ્તાન રહેલા ખેલાડી રોહન જયવિશ્ચા ગાવસ્કરનો કાનપુર ખાતે જન્મ (1976)
આ ડાબોડી બેટ્સમેન એ 117 ફસ્ટ કલાસ - ડોમેસ્ટિક મેચમાં 6938 રન કર્યા છે
પુત્રનું નામ રોહન જયવિશ્ચા નામ રાખવાનું કારણ એ કે પિતા સુનિલ ગાવસ્કરના ત્રણ પ્રિય ક્રિકેટર રોહન કાન્હાઈ, એમ એલ જયસિંહા અને ગુડપ્પા વિશ્ચનાથના નામ જોડીને નક્કી કરવામાં આવ્યું છે 

* મહિલા દિગ્દર્શક તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (2002મા) સ્થાન પ્રાપ્ત કરનાર વિજયા નિર્મલા નો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1946)

* આંતરરાષ્ટ્રીય લોકપ્રિય ગાયિકા, અભિનેત્રી 
રિહાનાનો બાર્બાડોસ દેશમાં જન્મ (1988)
નવ ગ્રેમી એવોર્ડ સાથે અત્યાર સુધીમાં 234 એવોર્ડ મળ્યા છે 

* નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મો અને ટીવીના અભિનેતા, ગાયક, દિગ્દર્શક, એન્કર અનુ કપૂરનો ભોપાલ ખાતે જન્મ (1956)

* પાકિસ્તાનના મોહમ્મદ અલી ઝિન્નાના પત્ની રતનબાઈ (રત્તી) ઝિન્નાનો મુંબઈ ખાતે પારસી પરિવારમાં જન્મ (1900)
બંને વચ્ચેની ઉંમરમાં 24 વર્ષનો તફાવત હતો

* મુંબઈ ખાતે પારસી પરિવારમાં જન્મેલ અને મોહમ્મદ અલી ઝિન્નાના પત્ની રતનબાઈ (રત્તી) ઝિન્નાનું લંડન ખાતે અવસાન (1929)
રત્તી પોતાની હાજર જવાબી માટે ખૂબ જાણીતા હતા 

* નેતાજી સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ શરદ ચંદ્ર બોઝનું અવસાન (1950)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી પત્રલેખા પૉલ નો સિલોંગ ખાતે જન્મ (1989)
પહેલી ફિલ્મ 'સીટીલાઇટ' (2014) રાજકુમાર રાવ સાથે કરી અને 2021માં તેમની સાથે જ લગ્ન કર્યા 

* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી ઝીયા ખાન (નફિસા રિઝવી ખાન)નો અમેરિકામાં જન્મ (1988)
તેનું ઘડતર લંડનમાં થયું અને ત્યાં પણ અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કર્યો 
તેણે ત્રણ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો તે યાદીમાં નિશબ્દ, ગજની અને હાઉસફૂલ છે 
તેન માતા રાબીયા અમીન પણ ફિલ્મ અભિનેત્રી છે 

* મુગલ શાસક ઔરંગઝેબનું અવસાન (1707)

* દેશમાં ફિલ્મો બનાવનાર પ્રથમ ભારતીય એચ. એસ. ભાટવડેકરનું અવસાન (1953)

* હિન્દી ફિલ્મ અભિનેતા શ્યામ (સુંદર શ્યામ ચઢ્ઢા)નો પાકિસ્તાનમાં જન્મ (1920) 

* સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કવિ અને હિન્દી ફિલ્મોના ગીતકાર ભવાનીપ્રસાદ મિશ્રાનું મધ્ય પ્રદેશમાં અવસાન (1985)

* હિન્દી અને બંગાળી ફિલ્મોના અભિનેતા પ્રિયાંશુ ચેટરજી
નો દિલ્હી ખાતે જન્મ (1973)

* દક્ષિણ ભારતની ફિલ્મોના અભિનેત્રી અનુપમા પરમેશ્ચરનનો કેરાલામાં જન્મ (1996)

* અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ ભારતના નવા રાજ્ય બન્યા (1987) 

* બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને તા. 30 જૂન 1948 સુધીમાં સ્વતંત્ર કરવાની જાહેરાત કરી (1947)

* કૈરોલાઈન મિકેલ્સન એન્ટાર્કટિકા પહોંચનાર પ્રથમ મહિલા બન્યા