AnandToday
AnandToday
Thursday, 16 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

તા. 17 ફેબ્રુઆરી : તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

NCPના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલનો આજે જન્મદિવસ

મહારાષ્ટ્રથી કોંગ્રેસના પૂર્વ સાંસદ, હાલ એનસીપીના રાજકીય આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલનો નડિયાદ ખાતે જન્મ (1957) તેઓ ફૂટબોલ સંઘના અધ્યક્ષ પણ છે

* દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર - ક્રિકેટર (114 ટેસ્ટ અને 228 વન ડે અને 78 ટી20 રમનાર) એ બી ડિવિલર્સનો જન્મ (1984)
આધુનિક ક્રિકેટમાં આ નામ સૌથી વધુ ગૌરવ સાથે લેવામાં આવે છે, તે લાંબા સમયથી ટેસ્ટ અને વન ડે મેચમાં શ્રેષ્ઠ ખેલાડી સાબિત થયા છે 

* વિખ્યાત બાસ્કેટ બોલ ખેલાડી અને બિઝનેસમેન માઈકલ જોર્ડનનો અમેરિકામાં જન્મ (1963)

* અંગ્રેજી ફિલ્મોના અભિનેત્રી અને અમેરિકાના હોટલ ઉદ્યોગપતિના દિકરી પેરીસ હિલ્ટનનો ન્યૂયોર્ક ખાતે જન્મ (1981)

* ભારતના 29મા રાજ્ય તેલંગણાના પ્રથમ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનો જન્મ (1954)

* ભારતની સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવા આપનાર જી ટી નાણાવટીનો જંબુસર ખાતે જન્મ (1935)
* તેઓ 1984ના શિખ વિરોધી રમખાણ અને ગોધરા રમખાણ માટેની તપાસ કમિશનના વડા હતા

* સ્વાતંત્ર્યસેનાની અને બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરનું અવસાન (1988)
તેમણે ડિસેમ્બર, 1970 થી જૂન, 1971 અને ડિસેમ્બર, 1977 થી એપ્રિલ, 1979 સુધી બિહારનાં મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવી

* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક રવિ ટંડનનો આગરા ખાતે જન્મ (1935)
તેમની યાદગાર ફિલ્મોમાં ખેલ ખેલ મે, અનહોની, નઝરાના, મજબૂર, ખુદ્દાર વગેરે છે 
તેમની દીકરી રવિના ટંડન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી છે 

* ભારતના કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1987)

* ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા (2004-07) રહેલ અર્જુન મોઢવાડિયાનો પોરબંદર ખાતે જન્મ (1957)

* પૂર્વ સાંસદ (પાટણના) લીલાધર વાઘેલાનો મહેસાણા ખાતે જન્મ (1935)

* ઓસ્ટ્રેલિયા એ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઐતિહાસિક 214 રનનો ઢગલો (ન્યૂઝીલેન્ડ સામે) ખડકી દીધો (2005)
જેમાં રિકી પોન્ટિંગ 98 રન સાથે નોટ આઉટ રહ્યા અને મેન ઓફ ધ મેચ જાહેર થયા 

* શ્રીલંકાને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં પ્રવેશ આપવામાં આવ્યો અને પહેલી ટેસ્ટ મેચ (ઈંગ્લેન્ડ સામે) રમવાનો આરંભ થયો (1982)
આ સાથે શ્રીલંકા ટેસ્ટ મેચ રમનાર ૮મો દેશ બન્યો અને આ પહેલી ટેસ્ટ મેચ શ્રીલંકા હાર્યુ હતું

* હિન્દી નવલકથાકાર વેદ પ્રકાશ શર્માનું મેરઠ ખાતે અવસાન (2017)
તેમણે 175થી વધુ નવલકથા લખી છે 

* પૂર્વોત્તરના નાગાલેન્ડના ક્રાન્તિકારી આગેવાન રાણી ગ્લાઈનલ્યૂનું અવસાન (1998)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા અરુણોદય સિંગનો જન્મ (1983)