આણંદ
જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કરિયર સેન્ટર) આણંદ તથા ચારૂતર વિદ્યામંડળ સંચાલિત નલિની-અરવિંદ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રોજગાર કચેરી દ્વારા યોજાયેલ આ ભરતી મેળામાં ૨૩૨ ઉમેદવારો હાજર રહ્યા હતા. તમામ હાજર રહેલ ઉમેદવારોના ૨૩ નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧૯૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા જણાવાયુ છે.
આ ઉપરાંત આ ભરતી મેળામાં હાજર રહેલ જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગાર સેવા સેતુ હેલ્પ લાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારો અને નોકરીદાતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવા અને નોકરીદાતાઓને સરળતાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ અનુબંધમ પોર્ટલ ઉપર ઉમેદવારો અને નોકરીદાતાઓને રજિસ્ટ્રેશન કરાવવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી.
---------------------