આણંદ
માં શકુંતલા સેવા ટ્રસ્ટ તથા સુસંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 14 મી એપ્રિલ 2023ને શુક્રવારના રોજ તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ આણંદ સોજીત્રા રોડ પર આવેલ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ હોલ ખાતે યોજાશે . વર્ષ 2022 માં ધોરણ 10 અને 12 માં પાસ થયેલ દરેક સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. તેમ મયુરી વૃંદ એન્ડ ફિલ્મ પરિવારના સંચાલક નિલેશભાઈ સોલંકી દ્વારા જણાવેલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે મયુરી વૃંદ એન્ડ ફિલ્મ્સ એન્ડ પરિવારના નિલેશ સોલંકી (ગીત સંવાદ લેખક ગાયક કલાકાર) દ્વારા 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના દિવસે આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર આવેલ ડોલ્ફિન રેસ્ટોરન્ટમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરમસદમાં યોજાનાર સમારોહની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ પદે અમિત રાવલ, રશ્મિકા ઝાલા જ્યારે અતિથિ વિશેષ પદે રોનકભાઈ ઠક્કર એડવોકેટ તેમજ શાંતિલાલ બાપુ ગિરનારી સેવક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગાયક નિલેશ સોલંકી અને શિલ્પા સોલંકી એ હિન્દી ફિલ્મ ગીતોની રમઝટ મચાવી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એટલું જ નહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વેલેન્ટાઈન ડે નિમિત્તે કેક કાપી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરાઈ હતી.આ કાર્યક્રમમાં મયુરી વૃન્દ એન્ડ પરિવાર તેમજ તેમના સગા સંબંધી ,મિત્રો સમાજના અગ્રણીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.