AnandToday
AnandToday
Friday, 10 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

વલ્લભ વિદ્યાનગર સ્થિત બાવીસ ગામ વિદ્યાલયનો નવતર અભિનવ પ્રયાસ,ધો. થી ના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયું લાઈવ માર્કેટ

વિવિધ ચીજવસ્તુઓના ૫૩ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા

તમામ ચીજ વસ્તુઓનું થયું વેચાણ, ૪૦૦ વિદ્યાર્થીઓએ લીધો ભાગ,ચિત્ર પ્રદર્શનમાં વિધાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર દોરવામાં આવેલા ચિત્રોનું વેચાણ


આણંદ
વલ્લભ વિદ્યાનગર સ્થિત બાવીસ ગામ વિદ્યાલય ખાતે સંસ્થાના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ પટેલ અને શાળાના આચાર્યા મીરા મેડમના માર્ગદર્શન હેઠળ એક નવતર અભિનવ પહેલના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ માટે લાઈવ માર્કેટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લાઈવ માર્કેટમાં શાળાના ધો.૬ થી ૮ ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના અંદાજે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    
શાળાના શિક્ષિકા સોનલબેન અને મીનાક્ષીબેને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં સમાજવિદ્યા વિષયમાં બજાર (માર્કેટ) વિષયક એક પાઠ આવે છે.વિધાર્થીઓ બજારમાં મળતી વેચાણ અર્થે મળતી ચીજવસ્તુઓ અંગે જાણકારી મળી રહે એટલુ જ નહિ ભાવ તાલનો ખ્યાલ આવે તે હેતુથી લાઈવ માર્કેટનું આયોજન કરવામાં આવ્યું હતું.

     આ લાઈવ માર્કેટમાં શાળાના અંગ્રેજી માધ્યમના ધો.૬ થી ૮ ના બાળકો દ્વારા ૪૦ અને ગુજરાતી માધ્યમના ૧૩ સહિત કુલ ૫૩ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.એટલું જ નહી પાંચ જેટલા ગેઇમ ઝોન પણ રાખવામાં આવ્યા હતા.વિધાર્થીઓ દ્વારા સ્ટોલમાં  મૂકવા આવેલ તમામ ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું.

    આ નવતર પ્રયોગ દ્વારા બાળકોને બજારમાંથી વસ્તુઓની ખરીદી કેવી રીતે ખરીદવી,ભાવ તાલ કેવી રીતે કરવો ઉપરાંત વસ્તુની પડતર કિંમત પર  કેટલો નફો થયો તે અંગેની જાણકારી મળી હતી.

    આ લાઈવ માર્કેટ સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર દોરવામાં આવેલા ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું.આ પ્રદર્શન વાલીઓ તથા શાળા પરીવાર અને કોલેજના વિધાર્થીઓએ નિહાળ્યું હતું.પ્રદર્શનમાં મુકાયેલા ચિત્રો પણ બી.એડ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ખરીદ્યા હતા.
    
    શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા બજારમાં મળતી વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.જેમાં સ્ટેશનરીથી માંડી જવેલરી સહિતના સ્ટોલમાં વિદ્યાર્થીઓએ વિવિધ ચીજવસ્તુઓ વેચાણ અર્થે મૂકી હતી.આ ચીજવસ્તુઓને શાળા પરિવારના શિક્ષકો,બી.એડ કોલેજના લેક્ચરર,કોલેજના વિધાર્થીઓ સહિત વાલીઓએ ખરીદીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.આમ શાળામાં યોજાયેલ લાઈવ માર્કેટનો કાર્યક્રમ સફળ રહ્યો હતો અને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળ્યુage Break