AnandToday
AnandToday
Thursday, 09 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

બેંક ઑફ ઇડિયા દ્વારા આણંદ ખાતે  NRI ગ્રાહક સંમેલન યોજાયું

બેંક ઓફ ઇડિયા છેલ્લા 117 વર્ષ થી દેશ તેમજ વિદેશમાં ગ્રાહકોની સેવામાં સતત કાર્યરત છે.

બેંક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણકારો તેમજ ઋણધારકોને અલગ-અલગ યોજનાઓ વડે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહી છે.

આણંદ
તાજેતરમાં જ બેંક ઓફ ઇડિયાની વડોદરા ઝોનલ ઓફિસ દ્વારા બેંકના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રી એમ
 કાર્તિકયન ના મુખ્ય મહેમાનપદે આણંદ જીલ્લાનું NRI ગ્રાહક સંમેલન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી NRI ગ્રાહક સંમેલન સંબોધન કરતા બેંક ઑફ ઇડિયાના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રી એમ. કાર્તિક્રયને જણાવ્યું કે બેંક ઓફ ઇડિયા છેલ્લા 117 વર્ષ થી દેશ તેમજ વિદેશમાં ગ્રાહકોની સેવામાં સતત કાર્યરત છે. બેંક ઑફ ઇડિયા પોતાની વિદેશો સ્થિત શાખાઓના માધ્યમથી NRI ગ્રાહકોની સેવા તત્પરતાપૂર્વક કરતી રહી છે. બેંક પોતાના  NRI ગ્રાહકોને સ્વરિત સેવા આપવા માટે ભવિષ્યમાં પણ કટિબધ્ધ છે. બેંક, શહેર થી લઇને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણકારો તેમજ ઋણધારકોને અલગ-અલગ યોજનાઓ વડે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહી છે. તેમજ બેંક ઓફ ઇડિયા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યૌજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેંશન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના જેવી અનેક યોજનાઓ ને શહેરથી લઇને ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડી છે અને હજુ પણ તેમાં કાર્યરત છે. આ સિવાય મહિલાઓ દ્વારા સંચાલિત અનેક સ્વયં સહાયતા સમૂહોને પણ બેંક આર્થિક સહાયતા પ્રદાન કરીને મહિલા સશક્તિકરણની દિશામાં એકે ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત બેંક દ્વારા મોટી સંખ્યામાં ખાતા ખોલીને કન્યાઓના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ કદમ ની સાથે કદમ મિલાવેલ છે. જ્યારે બીજી બાજુ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળી સ્થિતિ ધાવતા વર્ગને લોન સહાય આપીને ભારત સરકાર ના આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ્યને વ્યાપક અને મજબૂત બનાવવા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. આ સિવાય બેંક કોરપોરેટ ગ્રાહકો તથા નવા ઉદ્યોગ સાહસિકોને MSME અંતર્ગત આવરી લઇને સતત પ્રોત્સાહિત કરી રહ્યું છે.

આ સંમેલનમાં બેંક ઓફ ઇન્ડિયા વડોદરા ઝોનના ઝોનલ મેનેજર શ્રી અજય કડુએ પણ પોતાના ટૂંકા સંબોધન માં બેંક ઓફ ઇડિયાની વિવિધ યોજનાઓ તથા આણંદ જિલ્લાના સામાજિક ઉત્થાનમાં બેંક ઑફ ઇડિયાની ભાગીદારી અંગે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતમાં શ્રી રવિશકુમાર, ચીફ મેનેજર, બેંક ઑફ ઇંડિયા, આણંદ શાખા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ખા NRI ગ્રાહક સંમેલનમાં લગભગ 150 થી વધુ ગ્રાહકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇને સંમેલનને અપ્રતિમ સફળ બનાવ્યું હતું.