AnandToday
AnandToday
Tuesday, 07 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

આજના દિવસની વિશેષતા

આજે તા. 8 ફેબ્રુઆરી 23

Today : 8 February 23

તારીખ તવારીખ 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)


ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને રાજકારણી અઝહરૂદ્દીન નો આજે જન્મદિવસ

 ભારતના ક્રિકેટ ખેલાડી (99 ટેસ્ટ અને 334 વન ડે રમનાર) મોહમ્મદ અઝહરુદીનનો હૈદરાબાદ ખાતે જન્મ (1963) તેમણે ટેસ્ટ મેચમાં 22 સદી અને વન ડેમાં 7 સદી ફટકારી છે 
કારકિર્દીના આરંભે પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં ૩ સદી ફટકારી હતી 
62 બોલમાં સદી ફટકારતાં વન ડે મેચમાં ઝડપી સદી કરવાનો કીર્તિમાન બનાવ્યો ત્રણ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાની કરવાનો રેકોર્ડ માત્ર અઝહરુદીન સાથે બનેલ છે 
પોતાની ટેસ્ટ કારકિર્દી ના આરંભે અને અંતિમ 99મી ટેસ્ટમાં સદી નોંધાવવાનો રેકોર્ડ પણ તેમણે બનાવ્યો છે
વર્ષ 2000માં તેમની સામે મેચ ફિક્સિંગના આરોપો મુકવામાં આવ્યા હતા 

* "કિંગ ઓફ ગઝલ" તરીકે ઓળખાયેલ અને ફિલ્મમાં પ્લેબેક સિંગર, સંગીતકાર અને ગાયક જગજીત સિંગનો રાજસ્થાનમાં શ્રી ગંગાનગર ખાતે જન્મ (1941)

* "ભારત રત્ન"થી સન્માનિત ભારતના ૩જા રાષ્ટ્રપતિ (1967-1969) ડૉ. ઝાકીર હુસૈનનો હૈદરાબાદ ખાતે જન્મ (1897)
તેઓ 1962-67 દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા 

* ભારતની ક્રિકેટ ટીમના ખેલાડી (2 ટેસ્ટ) મનોહર શંકર હાર્દિકરનો વડોદરા ખાતે જન્મ (1995)
તેમના નેતૃત્વમાં ટીમ સતત રણજી ટ્રોફી જીતતી રહી હતી 
પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં છઠ્ઠા નંબર પર રમતા 85 રન કરી ભારતની ટીમને જીત અપાવી હતી 

* બ્રિટિશ રાષ્ટ્રનાં ઉત્કર્ષમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર, સામાજિક વિચારક જ્હોન રસ્કિનનો ઈંગ્લેન્ડનાં લંડનનાં બ્રુન્સવિક સ્ક્વેર ખાતે જન્મ (1819)

* લૂપિન લી. કંપનીના સ્થાપક ઉદ્યોગપતિ દેશબંધુ ગુપ્તાનો રાજસ્થાનમાં રાજગઢ ખાતે જન્મ (1938)

* લોકપ્રિય હિન્દી સાહિત્યકાર અને પૂર્વ પ્રોફેસર અશોક ચક્રધરનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1951)

* ઉર્દુ શાયર વસીમ બરેલવી (ઝાહીદ હુસેન)નો ઉત્તર પ્રદેશના બરેલી ખાતે જન્મ (1940)

* પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી એવોર્ડ દ્વારા સન્માનિત હિન્દુસ્તાની ક્લાસિકલ ગાયિકા શોભા ગુર્તુ નો કર્ણાટક રાજ્યમાં જન્મ (1925)

* ડબલ્યુડબલ્યુઈના રમતવીર અને અભિનેતા બીગ શૉનો અમેરિકામાં જન્મ (1972)

* ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ડૉન બ્રેડમેન ટેસ્ટ મેચમાં પ્રથમ વખત રન આઉટ થયા અને એ અંતિમ વખત પણ રહ્યું (1929)

* 'પદ્મશ્રી'થી સન્માનિત હિન્દી ફિલ્મ ગીતકાર અને શાયર નિદા ફાઝલી (મુક્તિદા હસન નિદા ફાઝલી)નું અવસાન (2016)

* ભારતના મહિલા ક્રિકેટ ખેલાડી એકતા બિસ્ટનો ઉત્તરાખંડના અલમોરા ખાતે જન્મ (1986)
ટી-20 વર્લ્ડ કપમાં હેટ્રિક વિકેટ લેનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે
 
* તેલુગુ અને તામીલ ફિલ્મોના અભિનેત્રી કેશા ખંભાતીનો સુરત ખાતે જન્મ (1989)

* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત બોલિવૂડ ફિલ્મો અને મલયાલમ તથા તામિલ ફિલ્મોના દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા સંતોષ શિવનનો કેરાલામાં જન્મ (1948)

* હિન્દી ફિલ્મ અને ટીવી સાથે પંજાબી તથા કન્નડ ફિલ્મોના અભિનેત્રી ડોલી મિન્હાસનો ચંદીગઢ ખાતે જન્મ (1968)

* રસોઈ અને રેસિપી શોના હોસ્ટ રણવીર બ્રારનો લખનૌ ખાતે જન્મ (1978)

* હિન્દી ફિલ્મોના ગાયક મોહમ્મદ હુસેન ફારુકીનું અવસાન (1990)

* ભારત અને પાકિસ્તાનની ફિલ્મોના અભિનેત્રી સ્વર્ણલતાનું લાહોર ખાતે અવસાન (2008)