ભારતના (સ્પિન) બોલર અનિલ કુંબલે એ એક ઈનિંગમાં તમામ 10 વિકેટ લેવાનો કિર્તિમાન પાકિસ્તાન સામે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર બનાવ્યો (1999)
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ બોલરમાંથી એક અનિલ કુંબલેનો જન્મ 17 ઓક્ટોબર 1970ના રોજ બેંગ્લોરમાં થયો હતો. ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા કુંબલેએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. કુંબલેએ ભારત માટે 132 ટેસ્ટ અને 271 વનડે રમી છે જમ્બોના નામથી પ્રખ્યાત કુંબલેના નામે કેટલાક એવા રેકોર્ડ છે, જેને તોડવું કોઈ પણ બોલર માટે સરળ નહીં હોય.
પાકિસ્તાન સામેનું મેદાન દિલ્હીનું ફિરોઝ શાહ કોટલા હતું, આ મેદાન પર 7 ફેબ્રુઆરી 1999ના રોજ એક ઈતિહાસ રચાયો હતો, અનિલ કુંબલે
એક પછી એક પાકિસ્તાનના તમામ 10 ખેલાડીઓને કરી દીધા હતા ઘરભેગા.આ રેકોર્ડ અગાઉ જીમ એ 1956માં ઓસ્ટ્રેલિયા સામે માન્ચેસ્ટર ખાતે બનાવ્યો હતો.
* ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ખેલાડી (39 ટેસ્ટ, 18 વન ડે અને 8 ટી-20 રમનાર) કેશવ મહારાજનો દક્ષિણ આફ્રિકામાં જન્મ (1990)
* પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતના બેડમિન્ટન ખેલાડી શ્રીકાંત કિદામ્બીનો આંધ્ર પ્રદેશના ગંતુર ખાતે જન્મ (1993)
એપ્રિલ 2018માં તે વિશ્ચના નંબર વન ખેલાડી બન્યા હતા
* પોતાના સમયના સૌથી લોકપ્રિય નવલકથાકાર, ખૂબ લોકપ્રિય કાલ્પનિક પાત્રોના રચનાકાર અને સૌથી વધુ વંચાયેલ અંગ્રેજી લેખક ચાર્લ્સ ડિકન્સનો યુકે ખાતે જન્મ (1812)
સિનેમાની શોધ થઇ ત્યારથી સૌથી વધુ જેમનો સ્વિકાર થયો છે અને તેમના લેખન આધારિત 200થી વધુ ફિલ્મો અને ટીવી સિરિયલ બની છે
* મહારાષ્ટ્ર સરકારમાં નાણામંત્રી બાલાસાહેબ થોરાટ (વિજય ભાઉસાહબ થોરાટ)નો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1953)
* કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (મા.)ના જનરલ સેક્રેટરી (2005-15) રહેલા રાજકીય આગેવાન પ્રકાશ કરાતનો બર્મા ખાતે જન્મ (1948)
* કન્નડ સાહિત્યના લેખિકા, ઇતિહાસકાર અને ફિલ્મ નિર્દેશક વાસુ મલાલી (ડૉ. એમ. વી. વાસુ)નો બેંગલુરુ ખાતે જન્મ (1967)
* ભારતીય સાહિત્યકાર અશોક બેન્કરનો મુંબઈ ખાતે જન્મ (1964)
* ભારતીય પત્રકાર (વીર પ્રતાપના એડિટર) અને લેખક (પંજાબ કેસરી) ચંદર મોહનનો લાહોર ખાતે (1946)
તેઓ પંજાબ દૂરદર્શન સાથે જોડાયેલા હતા
* ઓમાનના ક્રિકેટ ખેલાડી જેકસન થોમસનનો ભારતના નાસિક શહેરમાં જન્મ (1986)
* હોલિવૂડ ફિલ્મોના અભિનેતા, નિર્માતા અને ઉદ્યોગપતિ એસ્ટોન કુચરનો અમેરિકામાં જન્મ (1978)
તેમના લગ્ન એકસમયના સૌથી વધુ રકમ લેતા હોલિવૂડ અભિનેત્રી ડેમિ મૂર સાથે 2005થી 2013 દરમિયાન રહ્યા
* રમાબાઈ ભીમરાવ આંબેડકરનો મહારાષ્ટ્રના રત્નાગિરિ ખાતે જન્મ (1897)
તેમના લગ્ન ડૉ બી આર આંબેડકર સાથે વર્ષ 1906માં થયા હતા
* લોકપ્રિય પંજાબી ગાયક જસબીર જસ્સીનો ગુરદાસપુર ખાતે જન્મ (1970)
* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેત્રી પ્રાચી શાહ પંડ્યાનો મુંબઈ ખાતે જન્મ (1980)
* હિન્દી ટીવી અભિનેત્રી શફાક નાઝ (1993), શિખા સિંગ (1986), અંકિતા મયંક શર્મા (1987)નો જન્મ
* ઓસ્ટ્રેલિયા સામેની મેલબર્ન ટેસ્ટ મેચમાં ભારતના ક્રિકેટર ગુન્ડપ્પા વિશ્ચનાથ એ 114 સાથે સદી નોંધાવી મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી અને મેન ઓફ ધ મેચ જાહેર થયા (1981)
* ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મદ્રાસ ટેસ્ટ મેચમાં આજના દિવસે રમવાની મનાઈ કરવામાં આવી અને નક્કી કાર્યક્રમ વિના રેસ્ટ ડે જાહેર કરાયો (1953)
ઈંગ્લેન્ડના રાણી તરીકે એલિઝાબેથ બીજાની વરણી જ્યોર્જ 6ઠ્ઠાના અવસાન બાદ તા. 6-2-1952ના દિવસે થઈ હતી અને રાજ્યાભિષેક સમારંભ 3-6-1953ના રોજ થયો હતો
આ કારણે ભારતની પ્રથમ ટેસ્ટ જીતમાં એક દિવસ મોડુ થયુ હતું
* હિન્દી અને ભોજપુરી ફિલ્મોના અભિનેતા સુજીત કુમારનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1934)
* ભારતના એથલિટ, ફિલ્મ અને ટીવી અભિનેતા પ્રવિણ કુમાર નું દિલ્હી ખાતે અવસાન (2022)
તેમણે દુરદર્શનની મહાભારત શ્રેણીમાં ભીમનું યાદગાર પાત્ર ભજવ્યું હતું
તેમણે બે વખત ઓલમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો
* શત્રુઘ્ન સિંહા (ડબલ રોલ), રીના રોય, પ્રેમનાથ, અજીત, મદન પુરી, ડેની અભિનિત એક્શન ક્રાઈમ ડ્રામા ફિલ્મ 'કાલીચરણ' રિલીઝ થઈ (1976)
ડિરેક્શન : સુભાષ ઘાઈ
સંગીત : કલ્યાણજી આણંદજી
લીડ હીરો તરીકે 'કાલીચરણ' શત્રુઘ્ન સિંહાની પહેલી હિટ ફિલ્મ છે અને સુભાષ ઘાઈની નિર્દેશક તરીકેની પ્રથમ ફિલ્મ છે
'કાલીચરણ' અજીતના આઇકોનિક ડાયલોગ 'સારા શહર મુજે લાયન કે નામ સે જાનતા હૈ' માટે પણ જાણીતી છે
'કાલીચરણ' એકમાત્ર ફિલ્મ છે જેમાં રવિન્દ્ર જૈને સુભાષ ઘાઈની કોઈ ફિલ્મ માટે ગીત લખ્યા હોય