AnandToday
AnandToday
Friday, 03 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

APMS આણંદ ખાતે સરદાર પટેલ સાર્ધ શતાબ્દી વંદના કાર્યક્ર્મમાં ગુજરાતની બેલડીનો ઇતિહાસ યાદ કરાયો  

આણંદ
આણંદ પીપલ્સ મેડિકર સોસાયટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલની 150મી સાર્ધ શતાબ્દી જન્મજયંતી સાથે અહર્નિશ મણિબેન પટેલની 120મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનો ત્રિવેણી આંદોત્સવ ઉજવવા માટેના નિર્ણય સાથે સાર્ધ શતાબ્દી વંદનાનો સાપ્તાહિક કાર્યક્ર્મ સંસ્થાના પ્રમુખ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેના આરંભે આર્ટ્સ કોલેજના આચાર્ય ડો. હમીરભાઈ મકવાણા એ સૌને આવકારી સરદાર પટેલનો પરિચય વિશેષ શબ્દોમાં આપ્યો હતો. ત્યારબાદ બીસીએના વિદ્યાર્થી શુભમ રાવળએ સરદાર પટેલનું જીવન ચરિત્ર પુસ્તકમાંથી સરદાર પટેલના કુટુંબ વિષેની વિગતોનું સુંદર રીતે વાંચન કર્યું હતું.

સરદાર પટેલની 150મી જન્મજયંતી આગામી તા. 31/10/2025ના દિને ભવ્ય રીતે ઉજવવા નિર્ણય કરી સતત 150 સાર્ધ શતાબ્દી વંદના કાર્યક્ર્મ શ્રેણી વિષે માહિતી આપતા સંસ્થાના પ્રમુખ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ)એ જણાવ્યું હતુ કે આજે જે રીતે ગુજરાતના બે આગેવાન વડાપ્રધાન નરેન્દ્ર્ભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ જે ગૌરવપૂર્ણ કામગીરી કરી રહ્યા છે, તે અગાઉ ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ માટે સરદાર પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલ એ કરેલ કાર્યો પણ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક હોવા સાથે સરદાર પટેલ દેશના પ્રથમ ગૃહ મંત્રી હતા, તે 1948ના સમયમાં દેશના વિભાજન સમયે ફાટી નીકળેલ કોમી તોફાનોમાં ગોધરામાં થયેલ કોમી તોફાનોમાં ગુજરાતી બેલડી સરદાર પટેલ અને મોરારજી દેસાઇના નેતૃત્વમાં પાણીના ટેન્કર મોકલવા મુદ્દે થયેલ કામગીરી પણ હિંદુસ્તાનના ઇતિહાસનો એક મહત્વનો ભાગ હોવાનું તેમણે યાદ અપાવ્યું હતું. આવનાર દિવસોમાં સરદાર પટેલનો અજાણ્યો ઇતિહાસ બહાર લાવી તેને પુસ્તક સ્વરૂપે દસ્તાવેજ બ્નવવાના નિર્ણયની પણ તેમણે જાહેરાત કરી હતી. 
આ પ્રસંગે એપીએમએસના સી.ઇ.ઑ. અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.પાર્થ બી. પટેલ, રજીસ્ટ્રાર અને સેક્રેટરી ડૉ.ઈશિતાબેન પી. પટેલ, એડમિન વિભાગના યુગ્માબેન પટેલ, લૉ કોલેજના પ્રિન્સિપાલ એમ.સી. પટેલ સાથે તમામ 22 ઉચ્ચ શિક્ષણની સંસ્થાના આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.