AnandToday
AnandToday
Wednesday, 01 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ ખાતેરાષ્ટ્રીય નાટ્ય સમારોહ -૨૦૨૩યોજાશે

ભારતના જુદા જુદા રાજ્યમાંથી આવતી નાટય સંસ્થાઓ પોતાના નાટકો રજુ કરશે.

રૂપિયામાં રમતો માણસ,જજમેન્ટ,એક ચોરકી કહાઆણંદ ખાતે “રાષ્ટ્રીય નાટ્ય સમારોહ -૨૦૨૩” યોજાશેની,વાતનું વતેસર,ચેખવ કે રંગ,અંધારાના આટાપાટા, અને એક ઇન્સ્પેક્ટર સે મુલાકાત જેવા નાટકો રજૂ કરાશે.

આણંદ

,કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા માન્ય કલાસંસ્થા મુકતા આર્ટસ કોમ્યુનિકેશન, અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરના સંયુકત ઉપક્રમે તા. ૦૯/૦૨/૨૦૨૩ થી તા. ૧૩/૦૨/૨૦૨૩ દરમિયાન રાષ્ટ્રીય નાટ્ય સમારોહ -૨૦૨૩ નું આણંદમાં આવેલ શ્રી ધીરજલાલ.જે. શાહ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવનાર છે. 

આ રાષ્ટ્રીય નાટય સમારોહ-૨૦૨૩ માં ભારતના જુદા જુદા રાજ્યમાંથી આવતી નાટય સંસ્થાઓ પોતાના નાટકો રજુ કરશે. જેમાં તા. ૯મી ના રોજ અમદાવાદના અર્પણ ઇન્ટરનેશનલ થિયેટર્સ દ્વારા "રૂપિયામાં રમતો માણસ", તા.૧૦મી ના રોજ વલ્લભ વિદ્યાનગરના મુકતા આર્ટસ કોમ્યુનિકેશન દ્વારા "જજમેન્ટ" અને અમદાવાદના પિતામહ થિયેટર્સ દ્વારા "એક ચોરકી કહાની", તા. ૧૧મી ના રોજ ભોપાલથી આવેલા ભોપાલ થિયેટર્સ દ્વારા "ભાગ અવંતી ભાગ" અને નડિયાદના સુરઝંકાર દ્વારા "વાતનું વતેસર", તા. ૧૨ મી ના રોજ ખૈરાગઢના ઇન્દિરા કલા સંગીત વિશ્વ વિદ્યાલયની ટીમ દ્વારા "ચેખવ કે રંગ" અને વલ્લભ વિદ્યાનગરના સુરમિલન દ્વારા "અંધારાના આટાપાટા" જ્યારે તા.૧૩ મીએ અંતિમ દિવસે ઉજ્જૈનની અભિનવ રંગમડળની ટીમ દ્વારા "એક ઇન્સ્પેક્ટર સે મુલાકાત" જેવા નાટકો રજૂ કરવામાં આવશે.

*****