જાણો કેમ.. 24 જાન્યુઆરીએ ઉજવાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ
આજના દિવસની વિશેષતા
આજે તા. 24 જાન્યુઆરી 23
Today : 24 January 23
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ
24 જાન્યુઆરીને ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ 2008 માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ દિવસ દ્વારા છોકરીઓને સમાન અધિકાર આપવાનો સંદેશ આપવામાં આવે છે.
* ‘પદ્મ ભૂષણ’ અને એશિયાટિક સોસાયટીનાં ફેલોથી સન્માનિત ભૌતિકશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ભારતની અણુશક્તિનાં જનક ડૉ. હોમી જહાંગીર ભાભાનું આલ્પ્સનાં પહાડો પર સર્જાયેલી વિમાની દુર્ઘટનામાં અવસાન (1966)
ઈ.સ.1948માં એટોમિક એનર્જી કમીશન ઑફ ઇન્ડીયાની સ્થાપના કરાઈ અને ઑગસ્ટ, 1954માં ડિપાર્ટમેન્ટ ઑફ એટોમિક એનર્જી બન્યું અને હોમી ભાભા તેનાં સચિવ બન્યાં
ઈ.સ.1955માં તેઓ જિનીવામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિનાં શાંતિમય ઉપયોગોની સભાનાં પ્રમુખ પણ રહ્યાં
* ભારતની બંધારણસભાએ વંદેમાતરમનો રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર કર્યો (1950)
બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે લખેલ વંદેમાતરમની રચના આઝાદીનાં સમયે લડવૈયાઓની પ્રેરણારૂપ બની હતી. વંદેમાતરમ નવલકથા આનંદમઠમાંથી લેવામાં આવ્યું છે, જે મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે
* નોબેલ ઇનામ જીતનારા ત્રીજા ગદ્યલેખક, બ્રિટનનાં પૂર્વ પ્રધાનમંત્રી અને યુદ્ધનેતા વિન્સ્ટન લિયોનાર્ડ સ્પેન્સર ચર્ચિલનું અવસાન (1965)
તેમણે બે વાર 1940-45 અને 1951-55 સુધી કન્ઝર્વેટિવ વડાપ્રધાન તરીકે સેવા આપી
* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક જે ઓમ પ્રકાશનો લાહોર ખાતે જન્મ (1927)
* ‘પદ્મશ્રી’, ‘પદ્મ ભૂષણ’, ‘પદ્મ વિભૂષણ’ અને ‘ભારત રત્ન’થી સન્માનિત હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાનાં ભારતીય ગાયક ભીમસેન જોશીનું અવસાન (2011)
* નેશનલ ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલિવૂડ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક સુભાષ ધાઈનો નાગપુર ખાતે જન્મ (1945)
* કુમાર સુવર્ણચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિકથી સન્માનિત ગુજરાતી કવિ પ્રિયકાન્ત મણિયારનો વિરમગામમાં જન્મ (1927)
તેમના અવસાન બાદ ઈ.સ.1982માં ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો
* સ્વાતંત્ર્યસેનાની અને બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરનો જન્મ (1924)
તેમણે ડિસેમ્બર, 1970 થી જૂન, 1971 અને ડિસેમ્બર, 1977 થી એપ્રિલ, 1979 સુધી બિહારનાં મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવી
* ‘પદ્મ ભૂષણ’, રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, સંશોધક અને સંપાદક તરીકે પ્રસિદ્ધ મૂર્ધન્ય સાહિત્યકાર ધીરુભાઈ ઠાકરનું અવસાન (2014)
તેમના મુખ્ય સંપાદકપદે ગુજરાતી વિશ્વકોશના કુલ 25 ગ્રંથો પ્રગટ થયા અને તેમનાં પરામર્શન-માર્ગદર્શન હેઠળ બાળવિશ્વકોશ, ચરિત્રકોશ અને પરિભાષાકોશ વગેરેનું કાર્ય થયું
* રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલિવૂડ અને પ્રાદેશિક ભાષાની ફિલ્મોના ગાયિકા રેખા ભારદ્વાજનો દિલ્હી ખાતે જન્મ (1964)
* ઇન્દિરા ગાંધી સૌપ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા (1966)
* ગિબ્રાલ્ટરની ટીમ માટે (9 ટી-20) રમનાર ક્રિકેટ ખેલાડી બાલાજી અવિનાશ પાઈનો હૈદરાબાદ ખાતે જન્મ (1982)
* દક્ષિણ આફ્રિકામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર અને 13 ટેસ્ટ અને વર્લ્ડ કપમાં 8 મેચ સાથે 48 વન ડે રમનાર ઝિમ્બાબ્વેના સૌથી સફળ ખેલાડી તરીકે ઓળખાતા નિલ જ્હોન્સનનો હરારેે ખાતે જન્મ (1970)
* નસીરુદ્દીન શાહ, સની દેઓલ, ચંકી પાંડે, દિવ્યા ભારતી, સોનમ, જ્યોત્સના સિંઘ, રઝા મુરાદ, ગુલશન ગ્રોવર, અમરીશ પુરી વગેરે અભિનિત ફિલ્મ 'વિશ્વાતમા' રિલીઝ થઈ (1992)
ડિરેક્શન : રાજીવ રાયના
સંગીત વિજુ શાહ
'વિશ્વાતમા' માં અમરીશ પુરીનું પાત્ર અજગર જોરાટ સાથે ફિલ્મમાં તેના પરિવારજનોના નામ સાપ આધારિત હતાં તેમાં ભાઈ કિરણ કુમારનું નામ નાગદંશ જ્યારે પુત્ર મહેશ આનંદનું નામ રાજનાગ હતું
રાજીવ રાયે ફિલ્મમાં નસીરુદ્દીન શાહ દ્વારા 'વિશ્વાતમા' ના અર્થ વિશે ટૂંકું વર્ણન પણ સામેલ કર્યું હતું. અગાઉ, નસીરે 'ત્રિદેવ' માં પણ આ રીતે અર્થ વર્ણન કર્યું હતું
'વિશ્વાતમા' કેન્યામાં શૂટ થયેલ પહેલી હિન્દી ફિલ્મ હતી
'વિશ્વાતમા' વિશે મજાકમાં કહેવાતું હતું કે તે દિવ્યા ભારતીની પહેલી ફિલ્મ, સોનમની અંતિમ ફિલ્મ અને જ્યોત્સના સિંઘની પહેલી અને અંતિમ ફિલ્મ બની હતી
બિનાકા ગીતમાલાના સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિ (1992) માં 'સાત સમુંદર પાર...' (સાધના સરગમ) ગીત 22માં નંબર ઉપર રહ્યું હતું