kg_2fdeb88648

કસ્તુરબા ગાંધીનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 11 એપ્રિલ : 11 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

કસ્તુરબા ગાંધીનો આજે જન્મદિવસ

કસ્તુરબા ગાંધી (કસ્તુરબાઇ માખણજી કાપડિયા)નો જન્મ ૧૧મી એપ્રિલ, ૧૮૬૯ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો - ગાંધીજી સાથે તેમનાં લગ્ન ૧૩ વર્ષની ઉંમરે (1883 ) માં
થયાં હતાં - કસ્તુરબા ગાંધીજીની સાથે સાથે જ રાજકીય ચળવળોમાં જોડાયેલા રહ્યા - કસ્તુરબાનો જન્મદિવસ સેફ મધરહૂડ ડે તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે 

* હિન્દી, મરાઠી અને અન્ય પ્રાદેશીક ભાષાની ફિલ્મો અને ટીવીના અભિનેત્રી રોહિણી હટંગડીનો પુના ખાતે જન્મ (1955)
તેમણે રિચાર્ડ એટનબરોની ગાંધી ફિલ્મમાં કસ્તુરબાની યાદગાર ભૂમિકા ભજવી છે
તેમની અન્ય યાદગાર ફિલ્મોમાં ચાલબાઝ, અર્થ, પાર્ટી, સારાંશ, ચક્ર, જલવા, શહેનશાહ, અગ્નિપથ, દામિની, ઘાતક, લજ્જા, મુન્નાભાઈ એમબીબીસ, 

* પદ્મ ભૂષણ એવોર્ડ અને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત હિન્દી સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકરનું દિલ્હી ખાતે અવસાન (2009)

* અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતના ટેનિસ ખેલાડી રામાનાથન ક્રિષ્નનનો તામિલનાડુના નાગરકોઈલ ખાતે જન્મ (1937)

* પદ્મ ભૂષણના રાજ્ય પુરસ્કારથી સન્માનિત ભારતીય ચિત્રકાર જૈમિની રોયનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1887)

* હિંદી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર, ગાયક અને અભિનેતા કે. એલ. સાયગલનો જન્મ (1904)

* અર્જુન એવોર્ડથી સન્માનિત બેડમિન્ટનના ખેલાડી અનુપ શ્રીધરનો બેંગ્લોર ખાતે જન્મ (1983)

* ભારતના શ્રેષ્ઠ જાસૂસોમાંનો એક કે જે બ્લેક ટાઈગર તરીકે પ્રખ્યાત છે અને પાકિસ્તાન વિરુદ્ધ R&AW માટે (1979 થી 1983 દરમિયાન) જાસૂસી કરનાર રવિન્દ્ર કૌશિકનો રાજસ્થાનમાં જન્મ (1952)
તેઓ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ઓપરેટિવ હતા. પાકિસ્તાન સશસ્ત્ર દળોના કમિશન્ડ ઓફિસર રેન્કમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો 

* મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર, વિચારક, જાતિ વિરોધી સમાજ સુધારક અને લેખક જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેનો જન્મ (1827)

* બંગાળી ફિલ્મોના અભિનેત્રી અને લોકસભાના સાંસદ (2014) રહેલ સંધ્યા રોયનો જન્મ (1941)

* સતારાના સાંસદ અને સિક્કિમના ગવર્નર તરીકે સેવા આપનાર એનસીપીના નેતા શ્રીનિવાસ પાટીલનો જન્મ (1941)

* હિન્દી ફિલ્મોના અભિનેત્રી અમીતાનો કોલકાતા ખાતે જન્મ (1940)
તેમની યાદગાર ફિલ્મોમાં ગુંજ ઉઠી શહેનાઈ, તુમસા નહિ દેખા, મા બેટા, પિયા મિલન કી આસ, મેરે મેહબૂબ, મુનીમજી વગેરે છે 

* બૉલીવુડ ફિલ્મોના નિર્દેશક મોહિત સુરીનો મુંબઈ ખાતે જન્મ (1981)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં એક વિલન, મર્ડર 2, આશિકી 2, આવારાપન, મલંગ, હાફ ગર્લફ્રેન્ડ વગેરે છે
તેમના લગ્ન અભિનેત્રી ઉદિતા ગોસ્વામી સાથે થયા છે .

* ઇન્ડિયન આઈડોલના સ્પર્ધક-ગાયક અને હિન્દી ટીવીના અભિનેતા અમિત ટંડન નો અમેરિકામાં જન્મ (1979)

* રિષિકેશ ખાતે લક્ષ્મણ ઝૂલા ખુલ્લા મુકાયા (1930)
>>>> આપણા વિચારો અને લાગણીઓમાં ઉર્જા હોય છે, અને તે સતત વાઇબ્રેટ થતી રહે છે. આપણે કેમ ચોક્કસ પ્રકારના લોકો પ્રત્યે આકર્ષાઈએ છીએ, અને બીજા પ્રત્યે નહીં અથવા આપણને કેમ અમુક બાબતો અપીલ કરે છે, અને બીજી નહીં, તેનું કારણ ઉર્જાનું એ વાઈબ્રેશન છે. આપણે સૌ એક નિશ્ચિત ફ્રીક્વન્સી પર એનર્જી વાઇબ્રેટ કરતા હોઈએ છીએ. આ વાઈબ્રેશનલ ફ્રીક્વન્સી આપણે શેના પર ફોકસ કરીએ છીએ તેના પર આધાર રાખે છે. આપણું ફોકસ બદલાય તો ફ્રીક્વન્સી પણ બદલાય. એ જ રીતે, આપણા ફોકસના કેન્દ્રમાં જે હોય, તે પણ આપણી ફ્રીક્વન્સીથી પ્રભાવિત થાય છે. એટલે, "ગુલામ" ફિલ્મના ગીત "આતી ક્યા ખંડાલા..."ના શૂટિંગ દરમિયાન રાણીએ કહ્યું હતું કે 'હું બહુ લાંબો વખત તારી આંખમાં જોઇશ તો પ્રેમમાં પડી જઈશ!'

સંકલન : વિજય ઠક્કર (આણંદ)