ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 24 જૂન : 24 June
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
.
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આજે જન્મદિવસ
અદાણી જૂથના અધ્યક્ષ અને સ્થાપક ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો અમદાવાદમાં જન્મ (1962)
*
* પદ્મશ્રી અને સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત મહાન સંગીતકાર અને સંગીત શિક્ષક ઓમકારનાથ ગૌરીશંકર ઠાકુરનો ભરુચ પાસેનાં જહાજ ગામમાં જન્મ (1897)
ગુરૂ વિષ્ણુ દિગંબર પુલસ્કરએ તેમને લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલયનાં મુખ્ય આચાર્ય પદે નિયુક્ત કર્યા હતાં
તેમના સુમધુર કંઠથી ગાવામાં આવેલ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ સાંભળ્યા પછી ગાંધીજીએ કહ્યું હતું કે ‘જે કામ મારા ભાષણોથી નથી થતું તે કામ પંડિતજીના ગાયનથી થઈ જાય છે
* વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી લિઓ મેસીનો આરજેન્ટીના દેશમાં જન્મ (1987)
*
* નારીશક્તિનાં પ્રતિક, વીર, સાહસી, ત્યાગ અને મમતાનાં મૂર્તિ મહારાણી દુર્ગાવતીએ પોતે જ રણભૂમિમાં બલિદાન આપ્યું (1564)
મહારાણી દુર્ગાવતી ધીરજ અને સાહસની સાથે આ દુ:ખને સહન કર્યુ તથા રાજ્યની જવાબદારી ઉઠાવી પુત્ર વીર નારાયણને રાજગાદી પર બેસાડીને શાસન કર્યું
મહારાણી દુર્ગાવતી કાલિંજરનાં રાજા કીર્તિસિંહ ચંદેલનાં એકમાત્ર સંતાન હતાં અને તેમનાં લગ્ન ગોન્ડવાનાં રાજ્યનાં રાજા સંગ્રામ શાહનાં સૌથી મોટા દલપત શાહ સાથે થયાં, લગ્નનાં એક વર્ષ પછી તેમણે વીર નારાયણ નામનાં પુત્રને જન્મ આપ્યો હતો
* સિદ્ધ યોગ માર્ગ (ન્યુયોર્ક)ના વર્તમાન આધ્યાત્મિક વડા ગુરુમયી ચિદવિલાસનંદ (માલતી શેટ્ટી)નો મેંગલુરું ખાતે જન્મ (1955)
*
* નેશનલ ફિલ્મ પુરસ્કારથી સન્માનિત અભિનેત્રી, નિર્માતા અને તેલંગણાંના મેડકથી લોકસભા સાંસદ (2009) વિજયા શાંતિ (લેડી અમિતાભ)નો ચેન્નાઇ ખાતે જન્મ (1966)
તેમની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં તેજસ્વિની, મુકદદર કા બાદશાહ, ગુંડાગર્દી વગેરે છે
* બૉલીવુડ ફિલ્મ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક અતુલ અગ્નિહોત્રીનો જન્મ (1970)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં સર (પ્રથમ ફિલ્મ), આતીશ, ક્રાંતિવીર, યશવંત, આંસુ બને આંગરે, ખોટે સિક્કે, દિલ ને જિસે આપના કહા (નિર્દેશક) વગેરે છે
તેમના લગ્ન સલમાન ખાનની બહેન અલવિરા ખાન સાથે 1995માં થયા છે
* હિન્દી ફિલ્મ - ટેલિવિઝન અભિનેત્રી અને કોમેડીયન સુમોના ચક્રવર્તીનો લખનૌ ખાતે જન્મ (1988)
*
* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત ભારતીય નવલકથાકાર અને અધ્યાપક અનિતા દેસાઈનો મસુરી ખાતે જન્મ (1937)
*
* ભારતીય ફિલ્મ સંગીત દિગ્દર્શક, સંગીતકાર, પ્લેબેક ગાયક, સ્વતંત્ર પોપ કલાકાર અને બેકગ્રાઉન્ડ સ્કોર કલાકાર કબીર રફીનો વિશાખાપટ્ટનમ ખાતે જન્મ (1988)
*
* તેલુગુ ફિલ્મ અભિનેતા, નિર્માતા, રાજકારણી અને બિઝનેસ એક્ઝિક્યુટિવ મુરલી મોહનનો આંધ્ર પ્રદેશમાં જન્મ (1940)
*
* ભારતીય સંશોધક અને લેખક કે જેઓ તાજેતરમાં સુધી સંયુક્ત રાષ્ટ્રના કન્ટ્રી પ્રોગ્રામ ઓફિસર અજય પ્રભાકરનો કેરળ રાજ્યમાં જન્મ (1978)
*
* ‘ઓમ જય જગદીશ હરે’ આરતીનાં રચિયાતાં તથા હિંદી, પંજાબીનાં પ્રસિધ્ધ સાહિત્યકાર અને સવતંત્રતા સેનાની પંડિત શ્રધ્ધારામ શર્માનું અવસાન (1881)
*
* પ્રખ્યાત ઇતિહાસકાર, વિદ્વાન, લેખક, વિવેચક વિશ્વનાથ કાશીનાથ રાજવાડેનો મહારાષ્ટ્રમાં જન્મ (1863)
તેઓ સમગ્ર ભારતમાં સેંકડો ગામો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને અને હજારો ઐતિહાસિક કાગળો ભેગા કરીને મરાઠા ઇતિહાસનું પ્રચંડ સંશોધન હાથ ધરનારા વાસ્તવિક અર્થમાં પ્રથમ માનવામાં આવે છે
* અમેરિકન ગાયક, અભિનેતા અને હાસ્ય કલાકાર ફિલ હૈરિસનો જન્મ (1904)
હૈરિસે ‘ધ જંગલ બુક’નાં બલ્લું અને ‘રૉબિન હુડ’નાં લિટ્લ જૉનનો અવાજ આપ્યો છે.
>>>> સકારાત્મકતા અને શાંતિના દરેક વિચારો મુખ્યત્વે બે વાત કરે છે: શરણાગતિ અને સંઘર્ષને ટાળવો. જ્યારે દુનિયાનો ઇતિહાસ કહે છે સંઘર્ષથી અને સમૂહથી વિપરીત હોય તો પણ પોતાની વાત પર ટકી રહેવાથી જ સમાજના હિતમાં બદલાવ આવે છે. પણ સકારાત્મકતા અને શાંતિનો અર્થ કાયરતા નથી. એ પોતાની વાત અને અધિકાર માટે મજબૂતાઈથી ઉભા રહેવાનું નિષ્ક્રિય સાહસ છે. હિંસામાં જાતનું રક્ષણ કરવાનો ઉદેશ્ય હોઈ શકે છે. હિંસા જ્યારે બીજી વ્યક્તિને હાની પહોંચાડવા માટે હોય ત્યારે તે નકારાત્મક ગણાય. સંઘર્ષમાં વિજયી થવાનું સાધન છે. માનવસભ્યતાનો આટલો વિકાસ સકારાત્મક અને શાંતિપ્રિય અભિગમથી જ શક્ય બન્યો છે. માણસ સકારાત્મક અને શાંતિપ્રિય હશે તો જ તેનું ભવિષ્ય સુરક્ષિત છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)