ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મજયંતી
આજ કલ ઓર આજ
તા. 20 ઓગસ્ટ : 20 AUGUST
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મજયંતી
‘ભારત રત્ન’ (મરણોત્તર)થી સન્માનિત ભારતના સૌથી યુવા (40 વર્ષની ઉંમરે) વડા પ્રધાન બનનાર રાજીવ ગાંધીનો મુંબઈમાં જન્મ (1944)
તેમના માતા ઇન્દિરા ગાંધી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા
અભ્યાસ કરતાં ઇટાલિયન સોનિયા ગાંધીને મળ્યા અને 1968માં તેમણે સોનિયા ગાંધી (એડવિજ એન્ટોનીયા આલ્બિના મીનો) સાથે લગ્ન કર્યા હતાં અને આ દંપતિનાં બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા છે
તેમનાં નાનાભાઇ સંજયની 1980માં હવાઈ દુર્ઘટનામાં થયેલા મોતથી તેમનું જીવન બદલાઈ ગયું અને રાજીવ ગાંધી તે પછીનાં વર્ષે તેમણે તેમનાં ભાઈની સંસદીય બેઠક અમેઠી જીતી લોકસભાનાં સભ્ય બન્યા હતાં
* ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી કંપની ઈન્ફોસિસનાં સહ-સ્થાપક નાગાવરા રામરાવ નારાયણ મૂર્તિનો કર્ણાટકમાં જન્મ (1946)
આઇટી ટેકનોલોજીનાં ક્ષેત્રમાં મહત્વનાં પ્રદાન આપનારા વિશ્વની 10 વ્યક્તિઓમાં તેમનો સમાવેશ કરવામાં આવે છે
તેઓને પદ્મ શ્રી’, પદ્મ વિભૂષણ’ અને ફ્રાન્સની સરકાર દ્વારા લીજન ઑફ ઓનર અને હૂવર મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે
* ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હેમુભાઈ ગઢવીનું ફક્ત 36 વર્ષ વયે અવસાન (1965)
તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરી લોકસંગીતને પ્રચલિત કર્યું અને ગુજરાતનાં ઘર-ઘર સુધી પહોંચાડ્યુ હતું
* પદ્મશ્રી સન્માનિત અને સતત લોકપ્રિય ગુજરાતી ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસનું અવસાન (1984)
અવિનાશ વ્યાસે ગુજરાતી ભાષાને કેટલાય અવિશ્મરણીય ગીતો આપવા સાથે ગીત, ગઝલ અને ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં અનેક લોકપ્રિય કૃતિઓ રચી છે અને ભારતીય વિધાભવનનાં સંગીત વિભાગનાં અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતાં
ગીતા દત્ત તેમના માનીતા ગાયિકા હતા અને તેણીએ બંગાળી હોવા છતાં ગુજરાતી ચલચિત્રોમાં વધુ ગીતો ગાયા હતાં
અવિનાશ વ્યાસે 175 ગુજરાતી ફિલ્મો સહિત 250 ફિલ્મોમાં સંગીત આપ્યું, લગભગ 12000 ગીતો લખ્યાં, શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે 25 વખત ગુજરાત રાજ્ય ફિલ્મનો એવોર્ડ મેળવ્યો હતો
* ગુજરાતી જ્ઞાનજગતમાં ર.છો.પરીખ તરીકે પસિદ્ધ થયેલાં સાહિત્યકાર અને પુરાતત્વવિદ્ રસિકલાલ છોટાલાલ પરીખનો અમદાવાદમાં જન્મ (1897)
સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને ગુજરાતનાં ઇતિહાસનાં અદ્રિતીય વિદ્વાન રસિકભાઈએ આચાર્ય હેમચંદ્રકૃત કાવ્યનુંશાસનનું સંપાદન, ગુજરાતની રાજધાનીઓ, ઈતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ, કાવ્યપ્રકાશ (રા.વિ.પાઠક સાથે) સ્મૃતિ (કાવ્ય સંગ્રહ), મેનાગુર્જરી (નાટક), આનંદમીમાંશા અને ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ જેવાં અનેક પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે, તેમનાં કાવ્યોનો સંગ્રહ ‘સ્મૃતિ’ સાક્ષરોમાં પ્રશંસા પામ્યો છે અને તેમનું નાટક ‘રૂપિયાનું ઝાડ’ જયશંકર સુંદરી દ્વારા રંગભૂમિ પર અનેક વખત ભજવાયેલું
* ગુજરાતી લેખક અને મુંબઈના ભૂતપૂર્વ શેરિફ ચંદ્રકાંત બક્ષીનો પાલનપુર ખાતે જન્મ (1932)
* આંતરરાષ્ટ્રીય માસ્ટર અને વુમન ગ્રાન્ડમાસ્ટરના ટાઇટલ ધરાવતા ભારતીય ચેસ ખેલાડી તાનિયા સચદેવનો દિલ્હી ખાતે જન્મ (1986)
* ગુજરાતી કવિ, ટૂંકી વાર્તા લેખક અને વિવેચક રાજેન્દ્ર પટેલનો અમદાવાદ ખાતે જન્મ (1958)
* શાંતિ નોબેલ, પદ્મભૂષણ અને ‘પદ્મવિભૂષણથી સન્માનિત આંતરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પર્યાવરણવિદ્દ રાજેન્દ્રકુમાર પચૌરીનો નૈનિતાલમાં જન્મ (1940)
* જર્મનીમાં જન્મ અને કેન્સરની સારવાર માટે આશીર્વાદરૂપ સારવાર પદ્ધતિ કેમોથેરાપીનાં શોધક તથા મેડિસિનનું નોબેલ ઈનામથી સન્માનિત પોલ એર્લિકનું અવસાન (1915)
* હિન્દી ફિલ્મ અભિનેતા અને ઘોડેસવાર રણદીપ હુડ્ડાનો રોહતક ખાતે જન્મ (1973)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અમૃતા પુરીનો જન્મ (1983)
* હિન્દી ફિલ્મ અભિનેતા અને સ્ટેજ દિગ્દર્શક રાઘવ ચનાનાનો જન્મ (1983)