ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ આગેવાન માધવસિંહ સોલંકીની આજે પુણ્યતિથિ
આજ ક્લ ઓર આજ
તા. 9 જાન્યુઆરી : 9 January
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ આગેવાન માધવસિંહ સોલંકીની આજે પુણ્યતિથિ
પત્રકારત્વથી કારકિર્દીની શરૂઆત કરનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના આગેવાન માધવસિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ મહેસાણા જિલ્લાના પિલુદરા ગામમાં થયો હતો.જ્યારે ૯મી જાન્યુઆરી 2021ના રોજ 94 વર્ષની વયે ગાંધીનગર ખાતે તેમનું નિધન થયું હતું.1980માં માધવસિંહની આગેવાનીમાં કૉંગ્રેસને ગુજરાતમાં જ્વલંત વિજય મળ્યો હતો - 182માંથી 139 અને તે પછી 1985માં તો નવો વિક્રમ થયો - 149 બેઠકો માધવસિંહ લઈ આવ્યા હતા. માધવસિંહ સોલંકીએ 149 બેઠકોનો વિક્રમ કર્યો તેની પાછળ તેમણે અમલમાં મૂકેલી ખામ થિયરી હતી.
ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ એમ ચાર વર્ગોને એક કરીને ગુજરાતની 70 ટકા વસતિને સાથે લઈને તેમણે ગુજરાતમાં જંગી બહુમતી મેળવી હતી.
તેઓ પ્રથમવાર મુખ્ય મંત્રી 1976માં બન્યા હતા, પણ ત્યારે માત્ર એક જ વર્ષ ટકી શક્યા હતા.
તે પછી 1980માં ફરી મુખ્ય મંત્રી બન્યા અને ટર્મ પૂરી કરી શક્યા હતા.
1985માં પક્ષને જંગી બહુમતી અપાવી ત્રીજી વાર મુખ્ય મંત્રી બન્યા, પરંતુ આ વખતે તેમણે અધવચ્ચેથી ગાદી છોડવી પડી. જોકે ફરીથી ચૂંટણી પહેલાં 1989-90 એક વર્ષ તેમને ફરી (ચોથી વાર) મુખ્ય મંત્રી બનાવાયા હતા.
તે પછી ગુજરાતમાં ચીમનભાઈ પટેલ અને ભાજપની સંયુક્ત સરકાર આવી ત્યાર બાદ તેઓ 1991થી 1992 કેન્દ્રમાં વિદેશમંત્રી બન્યા હતા અને પી.વી. નરસિંહ રાવની સરકારમાં પણ આયોજનમંત્રી તરીકે રહ્યા હતા.
* ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત ભારતીય પર્યાવરણવાદી અને વૃક્ષોને કપાતા બચાવવાનું ચિપકો આંદોલન - ચળવળનાં નેતા સુંદરલાલ બહુગુણાનો જન્મ (1927)
* કેન્દ્રીય મંત્રી એસ જયશંકર નો દિલ્હી ખાતે જન્મ (1955)
* અપદ્યાગદ્ય કે ડોલનશૈલીનાં જનક ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું અમદાવાદમાં અવસાન (1946)
* બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક અને પદ્મશ્રી થી સન્માનિત મહેન્દ્ર કપૂરનો અમૃતસરમાં જન્મ (1934)
* અમેરિકાનાં 37માં રાષ્ટ્રપ્રમુખ રિચાર્ડ નિક્સનનો કેલિફોર્નિયામાં જન્મ (1913)
રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા નિક્સન ઈ.સ.1969 થી 1974 સુધી અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યરત રહ્યાં અને ઉપપ્રમુખ અને પ્રમુખ એમ બંને પદ માટે ચૂંટાયાં હોય તેવા પહેલાં વ્યક્તિ હતાં
* ભારતીય દોડવીર હિમા દાસનો આસામ રાજ્યમાં (2000)
ફિનલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ જુનિયર અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં હિમા દાસે 400 મીટરની દોડની ટ્રેક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારે ભારતને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટોચનું સ્થાન આપવનારી સૌપ્રથમ ભારતીય બની
* અભિનેત્રી અને ભારતીય સિનેમાના પહેલા સ્ટંટવુમન અને "ફિયરલેસ" નાદિયાનું મુંબઈમાં અવસાન (1996)
* બોલિવૂડ ફિલ્મોના કોરિયોગ્રાફર, નિર્માત્રી, દિગ્દર્શક ફરહા ખાનનો મુંબઈ ખાતે જન્મ (1965)
* નેધરલેન્ડની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ખેલાડી વિક્રમજીત સિંહ નો પંજાબમાં જન્મ (2003)
* ભારતમાં જન્મેલા અને અમેરિકા સ્થાયી થયેલાં, ફિઝિયોલોજી અને બાયોલોજીનાં ક્ષેત્રમાં જાણીતા અને ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત વૈજ્ઞાનિક ડૉ. હરગોવિંદ ખુરાનાનો જન્મ (1922)
* પત્રકાર, શાયર અને હિન્દી ફિલ્મોના ગીતકાર કમર જલાલાબાદી (મૂળનામ ઓમ પ્રકાશ ભંડારી)નું અવસાન
* ‘પદ્મ વિભૂષણ’થી તેઓ સન્માનિત ભારતીય કાયદાશાસ્ત્રી અને યુનાઇટેડ નેશન્સ ‘આંતરરાષ્ટ્રીય કાયદા પંચ’નાં (1952-66) સભ્ય રાધાબિનોદ પાલનું અવસાન (1967)
* બોલિવૂડ નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને ગાયક ફરહાન અખ્તરનો મુંબઈ ખાતે જન્મ (1974)
* "ટીવી9 ગુજરાતી" ન્યૂઝ ચેનલનો આરંભ (2008)
* ગુજરાતી ગાયિકા ફોરમ શાહનો જન્મ
* પ્રવાસી ભારતીય દિવસ*
આ દિવસ 9 જાન્યુઆરી, 1915નાં રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા તેની યાદમાં ઉજવવામાં આવે છે
**********************