1983 વર્લ્ડકપના હીરો અને પૂર્વ ક્રિકેટર યશપાલ શર્મા ની આજે પુણ્યતિથિ
આજ કલ ઓર આજ
તા. 13 જુલાઈ : 13 JULY
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યશપાલ શર્મા ની આજે પુણ્યતિથિ
પ્રથમ વખત ક્રિકેટ વિશ્વકપ (1983) જીતનાર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી (37 ટેસ્ટ અને 42 વનડે રમનાર) યશપાલ શર્માનું નવી દિલ્હી ખાતે અવસાન (2021)
તેઓ પસંદગી સમિતિના અગ્રણી સભ્ય રહ્યા, અને તે સમયમાં (2011) ભારત બીજી વખત ક્રિકેટ વિશ્વકપ જીત્યું.
* ગુજરાતીમાં વ્યાયામ પ્રવૃત્તિઓનાં પ્રણેતા પુરુષાર્થી છોટુભાઈ પુરાણીનો ડાકોરમાં જન્મ (1885)
પ્રાથમિક શાળાઓ માટે રાષ્ટ્રીય વાચનમાળા તૈયાર કરી અને મૉન્ટેસોરી પદ્ધતિનું સૌપ્રથમ પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રગટ કર્યું
વ્યાયામ પ્રવૃત્તિનાં પ્રચારકાર્ય માટે તેમણે ખૂબ નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું, જેના પરિણામે ગુજરાતમાં અનેક સ્થળે વ્યાયામ શાળાઓ સ્થપાઈ અને 1936માં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સ્થાપના કરવામાં આવી, 1950માં રાજપીપળા મુકામે તેમના વરદ હસ્તે ‘ગુજરાત વ્યાયામ મહાવિદ્યાલય’ની સ્થાપના થઈ, જે હાલમાં ‘છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય’ તરીકે ઓળખાય છે
પુરાણીએ સારી સંતતિ, ઉષ્મા અને દેહધર્મ વિજ્ઞાન, ‘માનવ શરીર-વિકાસ’, ‘મૉન્ટેસોરી શિક્ષણપદ્ધતિ’, ‘વનસ્પતિશાસ્ત્ર’, ‘ગુજરાતી વાંચનમાળા’, ‘ગુજરાતમાં વ્યાયામપ્રચાર’, ‘હિંદનો પ્રાચીન ઇતિહાસ’, ‘પ્રાકૃતિક ભૂગોળ’ જેવાં પુસ્તકો લખ્યાં હતાં
* ફિઝિક્સના નોબેલ પ્રાઈઝથી સન્માનિત કલર ફોટોગ્રાફીનાં શોધક જોનાસ ફર્ડિનાન્સ ગેબ્રીયેલ લિપમેનનું કેનેડામાં અવસાન (1921)
*
* જ્ઞાનપીઠ એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત બંગાળી લેખિકા, નવલકથાકાર અને કવિ આશાપૂર્ણાદેવીનું કોલકાતા ખાતે અવસાન (1995)
*
* યુનાઇટેડ કિંગડમમાં પુરાતત્વમાં લેક્ચરર તરીકે નિમણૂક મેળવનાર પ્રથમ મહિલા અને એંગ્લો-ઇન્ડિયન ઇજિપ્તોલોજિસ્ટ, પુરાતત્વવિદ્, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને લોકસાહિત્યકાર માર્ગારેટ એલિસ મુરેનો ભારતમાં કોલકાતા ખાતે જન્મ (1863)
*
* પૂર્વ ગૃહ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રબોધ રાવલનો જન્મ (1929)
*
* મરાઠી ભાષાની ફિલ્મો અને થિયેટરમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા નીલુ ફુલેનું પુના ખાતે અવસાન (2009)
મરાઠી સિનેમાને તેમના કામથી પ્રભાવિત કરનાર મહાન અને પ્રતિષ્ઠિત અભિનેતાઓમાંની એક તરીકે તેઓને વ્યાપકપણે ઓળખાય છે.
* પદ્મશ્રીથી સન્માનિત ભારતીય ક્રિકેટ અમ્પાયર સ્વરૂપ કિસનનો શ્રીનગર ખાતે જન્મ (1930)
*
* માત્ર 14 વર્ષની ઉંમરે 'ગ્રાન્ડમાસ્ટર'નો ખિતાબ હાંસલ કરનાર, 2014માં વર્લ્ડ અંડર-10 ચેમ્પિયન અને ઈલો રેટિંગનો 2600નો આંકડો પાર કરનાર ઈતિહાસનો ત્રીજો સૌથી યુવા ચેસ ખેલાડી નિહાલ સરીનનો કેરળ રાજ્યમાં જન્મ (2004)
*
* ભારતના ક્રિકેટ ખેલાડી (3 વનડે રમનાર) ઉત્પલ ચેટરજીનો કોલકાતામાં જન્મ (1964)
તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળની ટીમ માટે સૌથી વધુ (504) વિકેટ લીધી છે
* પંજાબી ભાષાના મ્યુઝિક આલ્બમ, ધાર્મિક અને સૂફી મ્યુઝિક અને બોલીવુડ ફિલ્મોમાં ભક્તિ ગાયક તરીકે લોકપ્રિય માસ્ટર સલીમ (સલીમ શાહજાદા)નો જન્મ (1982)
*
* તાનઝાનીયા દેશની ક્રિકેટ ટીમના ખેલાડી (10 ટી -20 રમનાર) સંજય ઠાકોરનો ભારતમાં નડિયાદ ખાતે જન્મ (1990)
*
* સંગીત દિગ્દર્શક, સેક્સોફોનિસ્ટ અને સેમિનલ ફિલ્મ કંપોઝર અને આર.ડી. બર્મનના મુખ્ય એરેન્જર મનોહરી સિંઘનું મુંબઈમાં અવસાન (2010)
તેમણે બાસુદેવ ચક્રવર્તી સાથે સંગીતકાર તરીકે પણ કામ કર્યું અને આ જોડી બાસુ-મનોહરી તરીકે જાણીતી હતી
* ભારતીય શાસ્ત્રીય ગાયક અને શિક્ષક કે.જી. (કૃષ્ણ ગુંડોપંત ) ગિંડેનું કોલકાતા ખાતે અવસાન (1994)
*
* પોતાની કૉલમ, “ફ્રેન્કલી સ્પીકિંગ” અને “ઇવ્સ વીકલી” માટે જાણીતા પત્રકાર અને કટારલેખક દેવયાની ચૌબલનું મુંબઈમાં અવસાન (1995)
*
* ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોથી સન્માનિત સમાંતર સિનેમામાં તેમના કામ માટે જાણીતા સિનેમેટોગ્રાફર કે.કે. મહાજનનું મુંબઈમાં અવસાન (2007)
*
* તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ સિનેમા તથા ટીવીના અભિનેત્રી અને નિર્માતા સીતાનો ચેન્નાઇ ખાતે જન્મ (1964)
*
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને મોડલ ઉર્વશી શર્મા (રૈના જોશી)નો નવી દિલ્હી ખાતે જન્મ (1984)
*
>>>> દ્ષ્ટિમાં વિરોધોનું અંતર લુપ્ત કરવા જેટલી વ્યાપકતા હોય તો દ્ષ્ટિ સાચી. એ 'હોવું ' સાચું જેને 'ન હોવું ' સાથે વિરોધ ન હોય. આપણું 'હોવું' કશું વજન ન ધરાવે એવું હોય તે જ ઇષ્ટ છે. આને જ તમે કહો "કર્મફલત્યાગ". અસ્તિત્વ આપણી સિધ્ધિ નથી. એ તો આપણા ઉપર લાદેલું જ છે. એ અસ્તિત્વના વજનને નિ:શેષ કરી નાખવું એ આપણી જીવનપ્રવૃત્તિ હોઇ શકે. આમાં કોઈ નિરાશા કે હતાશા જુએ એ સાચું નથી. હવામાં ઊંચે સુધી તોળાઇ રહેલા પર્વતોનું કોઇ વજન આપણે અનુભવતા નથી. ઘટાદાર વૃક્ષ એની છાયા જેટલું જ આપણને ભારહીન લાગે છે. આથી જ આધ્યાત્મિક સાધનામાં આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ નિરાકાર, નિર્ગુંણ અને શૂન્યતાના પર્યાય તરફ જ ગતિ કરીએ છીએ.
સંકલન : વિજય એમ. ઠક્કર