વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)નો આજે જન્મદિવસ
આજના દિવસની વિશેષતા
તા. 11 માર્ચ : તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)નો આજે જન્મદિવસ
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)નો નાસિક ખાતે જન્મ (1863) તેમની કાર્યકુશળતા અને લોકભિમુખ વહીવટથી બધા પરિચિત છે
વડોદરાના મહારાજા ખંડેરાવનું અવસાન થયું ત્યારે મહારાણી જમનાબાઈએ દત્તક લીધેલા ગોવાળના દીકરા ગોપાલરાવ (જેનું દત્તક લીધા બાદ સયાજીરાવ નામકરણ કરવામાં આવ્યું હતું) સાવ અભણ હતા...
રાજ્યના દીવાન સર ટી. માધવરાવે મહારાજા સયાજીરાવને તમામ વિષયમાં નિપુણ બનાવ્યા...
રાજ્યવહીવટની તાલીમના અંતિમ વર્ષ ઈ.સ.1881માં શ્રી માધવરાવે પોતાના અનુભવના નિચોડ રૂપે અઠવાડિક પ્રવચન દ્વારા સયાજીરાવને રાજ્ય શાશન ચલાવવાની અદભૂત વાતો કરી. આ વાર્તાલાપના અર્ક સમાન વાતો " માઈનોર હિંન્ટસ"ના નામથી પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે આ પુસ્તક "શાશન સૂત્રો"ના નામથી ગુજરાતી ભાષામાં ભાષાંતરીત કરીને પ્રકાશિત કર્યું. સવાસો વર્ષ કરતા પણ વધુ સમય પહેલા કહેવાયેલી આ વાતો જાહેર વહીવટ સંભળાતી સંસ્થાના જવાબદાર વ્યક્તિઓને આજે પણ દિશાદર્શન કરાવનારી છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (30 ટેસ્ટ રમનાર) વિજય હજારેનો જન્મ (1915)
ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ જીત મેળવનાર ભારતીય ક્રિકેટ ટીમના તે કેપ્ટન હતા
વન ડેની રાષ્ટ્રીય સ્પર્ધા માટેનું નામ "વિજય હજારે ટ્રોફી" રાખવામાં આવ્યું છે
* "પદ્મશ્રી"થી સન્માનિત ભારતના હિન્દી ટીવી પત્રકાર અને એન્કર વિનોદ દુઆનો દિલ્હી ખાતે જન્મ (1954)
* અમેરિકાના બિલિયોનર ઉદ્યોગપતિ રુપર્ટ મરડૉકનો ઓસ્ટ્રેલિયામાં જન્મ (1931)
ભારતમાં સ્ટાર ટીવી તેમના દ્વારા શરૂ કરવામાં આવી હતી
* બે વખત પંજાબના મુખ્યમંત્રી બનેલ (2002-07 અને 2017-21) અને બે વખત લોકસભાના સાંસદ રહેલા (1980-84 અને 2014-16) અમરિંદર સિંહનો પટિયાલા ખાતે જન્મ (1942)
* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલિવૂડ ફિલ્મોના ગાયક મોહિત ચૌહાણનો હિમાચલ પ્રદેશમાં જન્મ (1966)
* ભારતના ક્રિકેટ ખેલાડી (6 ટેસ્ટ રમનાર) મોહમ્મદ નિસારનુ અવસાન (1963)
* હિન્દી ફિલ્મોના અભિનેતા બ્રિજ મોહન વ્યાસનું મુંબઈ ખાતે અવસાન (2013)
તેમના મોટા ભાઈ ભરત વ્યાસ ગીતકાર હતા
* ભારતમાં સૌ પ્રથમવાર કોઈ વ્યક્તિનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું, જેમાં કોલકાતા ના ટાઉન હોલ ખાતે રામનાથ ટાગોરની પ્રતિમા ખુલ્લી મુકાઈ (1881)