એક સમયે ભારતીય ક્રિકેટ ટીમમાં પિતા અને પુત્રની જોડી કેપ્ટન બની હતી. આ બંનેએ પોતાની પ્રથમ ક્રિકેટ સેન્ચ્યુરી ઓસ્ટ્રેલિયા સામે નોંધાવી હતી. આજે આ બંને પૈકી એકનો છે જન્મદિવસ
આજના દિવસની વિશેષતા
આજે તા. ૫ ,જાન્યુઆરી ૨૩
Today : 5 January 23
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન (21 વર્ષની ઉંમરે), ‘ટાઇગર પટૌડી’નાં હુલામણાં નામથી જાણીતાં મન્સુર અલીખાન પટૌડી નામથી પ્રસિદ્ધ (નવાબ મોહમ્મદ મન્સૂર અલી ખાન સિદ્દીકી પટૌડી)નો જન્મ (1941)
આ એક એવા ખેલાડી છે જે ટેસ્ટ મેચ ત્રણ અલગ અલગ નામથી રમ્યા હતા
તેમના પિતા નવાબ મોહમ્મદ ઈફ્તેખાર અલી ખાન સિદ્દીકી પટૌડી પણ ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા અને પિતા પુત્ર બંને કેપ્ટન બન્યા હોય તેવો આ એકમાત્ર પરિવાર છે
પિતા-પુત્ર બંને વિઝડન ક્રિકેટર ઓફ ધ યર 1932 અને 1967માં જાહેર થયા અને બંનેએ પોતાની પ્રથમ ક્રિકેટ સેન્ચુરી ઓસ્ટ્રેલિયા સામે નોંધાવી હતી
* ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન નવાબ મોહમ્મદ ઈફ્તેખાર અલી ખાન સિદ્દીકી પટૌડી "નવાબ ઓફ પટૌડી" (અને ક્રિકેટર ‘ટાઇગર પટૌડી’ના પિતા)નું દિલ્હી ખાતે અવસાન (1952)
તેઓ એક માત્ર ક્રિકેટ ખેલાડી છે કે જે ભારત અને ઈંગ્લેન્ડ બંને દેશની ટીમ તરફથી રમ્યા હતા
તેઓ માત્ર 6ટેસ્ટ રમ્યા છે તે પૈકી ત્રણ ઈંગ્લેન્ડ ટીમ તરફથી અને ત્રણ ભારતીય ટીમના કેપ્ટન તરીકે રમ્યા હતા
* પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ, અલ્હાબાદ યુનિવર્સિટીના અધ્યાપક અને પદ્મ વિભૂષણથી સન્માનિત મુરલી મનોહર જોશીનો નૈનિતાલ ખાતે જન્મ (1934)
* ક્રિકેટ ઈતિહાસની સૌ પ્રથમ વન ડે મેચ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ (1971)
એસીસ્ઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ વરસાદના કારણે ધોવાઈ રહી હોઈ, બંને ટીમોએ 40 ઓવર (8 બોલની) રમવાની અને જે વધારે રન કરે તે જીતે એવું નક્કી થયું હતું જે વ્યવસ્થા એ વન ડે મેચ ને જન્મ આપ્યાનું કહેવાય છે
આ મેચના આરંભમાં સર ડોન બ્રેડમેન એ સ્પિચ પણ આપી હતી
20હજાર પ્રેક્ષકોની અપેક્ષા સામે 46હજાર પ્રેક્ષકો આવ્યા હતા
ઈંગ્લેન્ડના 190 રન સામે ઓસ્ટ્રેલિયા એ 34.6 ઓવરમાં 191/5 નો સ્કોર કરતા તેને 5વિકેટથી વિજેતા જાહેર કરવામાં આવ્યું
* તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અને પશ્ચિમ બંગાળના (2011થી) પ્રથમ મહિલા મુખ્યમંત્રી મમતા બેનરજી નો જન્મ (1955)
* મુઘલ બાદશાહ શહાબુદ્દીન મહંમદ ખુર્રમ શાહજહાંનો જન્મ (1592)
પત્ની મુમતાઝમહલનાં અવસાન પછી તેની યાદમાં વિશ્વપ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે લાલકિલ્લામાં દીવાને આમ અને દીવાને ખાસ, રંગમહલ, મોતી મસ્જિદ, દિલ્હીની જુમ્મા મસ્જિદ વગેરે જેવાં પ્રસિદ્ધ સ્થાપત્યો બંધાવ્યાં
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ડીએમકે નેતા કનિમોઝી કરૂણાનિધિનો ચેન્નઈ ખાતે જન્મ (1968)
* હિન્દી ફિલ્મ સંગીતકાર અને ગાયક સી. રામચંદ્ર (રામચંદ્ર નરહર ચિતાલકર)નું મુંબઈ ખાતે અવસાન (1982)
* બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનો ડેનમાર્ક દેશમાં જન્મ (1986)
* ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાનો જમશેદપુર ખાતે જન્મ (1968)
* ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ નો જન્મ (1932)
* પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માનો શિમલા ખાતે જન્મ (1953)
* બોલિવૂડ ફિલ્મ અભિનેતા મુકરી (મોહમ્મદ ઉમર મુકરી)નો અલીગઢ ખાતે જન્મ (1922)
* બોલિવૂડ અભિનેતા મુકરી (1922), ઉદય ચોપરા (1973)નો જન્મ
* અમેરિકાની ક્રિકેટ ટીમના ખેલાડી સુષાન્ત મદાનીનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1989)
* ભારતના ક્રિકેટ ખેલાડી પાર્થસારથી શર્માનો રાજસ્થાનમાં જન્મ (1948)
તેમણે પોતાની કારકિર્દીમાં 5 ટેસ્ટ, 2 વન ડે અને 152 ફસ્ટ કલાસ મેચ રમ્યા હતા
* અમેરિકાનાં જગવિખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજનું નિર્માણકાર્ય આરંભાયું (1933)
જે સાનફ્રાન્સિસ્કો શહેરને ઉત્તરમાં સાનફ્રાન્સિસ્કો પેનિન્સુલા અને મરીન કાઉન્ટી સાથે જોડે છે
એક સમયે ગોલ્ડન ગેટ બ્રિજ વિશ્વનાં સૌથી લાંબા પુલ તરીકે જાણીતો હતો
આ બ્રિજની રચના અને તેના બાંધકામમાં વાપરવામાં આવેલી તકનીકને કારણે અમેરિકન સોસાયટી ઑફ સિવિલ એન્જિનિયર્સ દ્વારા તેને ‘વન્ડર્સ ઑફ ધ વર્લ્ડ’ તરીકે ઓળખાવવામાં આવ્યો
* બારીન ઘોષ તરીકે જાણીતા ભારતના મહાન ક્રાંતિવીર અને અધ્યાત્મ પુરુષ શ્રી અરવિંદનાં નાનાભાઈ બારીન્દ્રકુમાર ઘોષનો ઇંગ્લેન્ડમાં જન્મ (1880)
તેમણે વડોદરામાં લશ્કરી તાલીમ પણ લીધી હતી
બારીન્દ્રકુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો હતો
ઈ.સ.1902માં ક્રાંતિકારી ગતિવિધિઓમાં ઝંપલાવનાર બારીન્દ્ર ઘોષ ઈ.સ.1906માં ‘યુગાન્તર’પત્રનાં સ્થાપક હતા
* હિન્દી ફિલ્મ સંગીતકાર અને ગાયક સી. રામચંદ્ર (રામચંદ્ર નરહર ચિતાલકર)નું મુંબઈ ખાતે અવસાન (1982)
* મહારાષ્ટ્રનાં કોલ્હાપુર જિલ્લામાં જન્મેલ અને ગાયન અને અભિનયકળામાં નિષ્ણાત મિરાશી બુવા (યશવંત સદાશિવા બુવા)નું અવસાન (1966)
* 'બ્લેક લિયોનાર્ડો’ ઉપનામથી જાણીતા અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ કૃષિ વિજ્ઞાની જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું અવસાન (1943)Page Break